17 May, 2022 11:00 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારાં મૅરેજને અઢી વર્ષ થયાં છે, અમારી સેક્સલાઇફ એકંદરે સારી છે, પણ મારા હસબન્ડ સેક્સ કરતી વખતે ખૂબ જોશમાં આવી જાય છે. ખાસ કરીને ફોરપ્લે દરમ્યાન એટલા ઉત્તેજિત થઈ જાય કે તેઓ મને બચકાં ભરે છે. એ વખતે બ્રેસ્ટ પાસેના ભાગ પર બાઇટ કરવાને કારણે અંદર લાલ ઝામું પડી જાય છે. શરૂઆતમાં તો મને ગમે છે, પણ થોડી વાર પછી ખૂબ જ દુખાવો થાય છે. પિરિયડ્સના દિવસો નજીક હોય ત્યારે તો બ્રેસ્ટને દબાવવાથી પણ દુખે છે. ક્યારેક તો છાતીના ભાગને અડવાથી પણ દુખે અને એ સાઇડ પર સૂવામાં પણ મને પેઇન થાય. તેમને ના પાડવા છતાં એ વખતે કંઈ સાંભળતા નથી. ખૂબ દુખતું હોય ત્યારે સ્તન પર માલિશ કરવાથી સારું લાગે છે. બ્રેસ્ટ્સ તેમ જ શરીરના અમુક ભાગ પર જાંબલી ઝામાં પડી જાય કે દુખાવો થાય ત્યારે બ્રેસ્ટ-કૅન્સર કે સ્કિન-કૅન્સરની શક્યતા છે?
બોરીવલી
પુરુષો ક્યારેક અતિઆવેશમાં આવીને જોશપૂર્વક પેશ આવે ત્યારે સ્ત્રીઓને અનાયાસ હર્ટ થઈ જાય છે. તમને ત્વચા પર જે લાલ-જાંબળી ઝામાં પડી જાય છે એને મૉડર્ન સેક્સ્યુઅલ સાયન્સે લવબાઇટનું નામ આપ્યું છે. કેટલાક લોકોને આ ક્રિયા ખૂબ જ ઉત્તેજક લાગે છે તો કેટલાકને પીડાકારક અને ક્યારેક તો ક્ષોભજનક પણ. જોકે આ ક્રિયા બન્ને પાર્ટનરને પસંદ હોય એ જરૂરી છે. જો તમને આ પીડા પસંદ ન હોય તો તમે પતિને શાંતિથી આ બાબતે સમજાવી શકો છો. બાકી આ નિર્દોષ ક્રિયા છે. એનાથી તમારી બ્રેસ્ટમાં કોઈ તકલીફ થવાની શક્યતા નથી. જાંબલી રંગનાં ઝામાં પડવાં એ સ્કિનનું નૅચરલ રીઍક્શન છે. એને અને કૅન્સરને કોઈ લેવા-દેવા નથી.
બ્રેસ્ટને તેલની માલિશ કરવાથી જો તમને સારું લાગતું હોય તો એમાં કશું જ ખોટું નથી, એવું કરાવી શકાય. પિરિયડ્સ પહેલાંના સમયમાં બ્રેસ્ટમાં વધુ ટેન્ડર હોવાથી દુખાવો થાય એ નૉર્મલ છે. જોકે હંમેશાં દુખાવો થતો જ હોય અને નિપલમાંથી કોઈ પ્રવાહી નીકળતું હોય તો તમારે ગાયનેકોલૉજિસ્ટને બતાવવું જોઈએ, જેથી મનમાં કોઈ શંકા રહે નહીં.
તમે તમારા હસબન્ડને સેક્સ-સાઇકલ દરમ્યાન કંઈ પણ સમજાવશો તો તેને વાત સમજાશે નહીં, બહેતર છે કે તમે બન્ને જ્યારે શાંતિથી બેઠાં હો ત્યારે તેને આ વાત સમજાવો અને તમારા પેઇનની વાત કરો. ચોક્કસ તેને વાત સમજાશે.