02 December, 2021 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શીખો ગ્લાસ બોટલ પેઇન્ટિંગ
પાટણનાં પટોળાં મુંબઈ આવ્યાં છે...
લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે પટોળાંની ટ્રેડિશનલ ડિઝાઇન્સ ધરાવતી સાડી, દુપટ્ટા અને શાલનું મુંબઈમાં એક્ઝિબિશન છે. અમદાવાદની બાલાજી પટોળા આર્ટની કામગીરીનું એક્ઝિબિશન છે. ૧૦,૦૦૦થી લઈને ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધીનાં સિલ્ક પટોળાં અહીં મળશે.
ક્યારે?ઃ ૨-૩ ડિસેમ્બર
સમયઃ સવારે ૧૦થી સાંજે ૭
ક્યાં?ઃ કૅશ આર્ટ ગૅલરી, ટર્નર રોડ, બાંદરા
એન્ટ્રીઃ ફ્રી
નાઇટ ટ્રેકિંગ ટુ ગાર્બેટ પ્લૅટો
રાતના અંધારામાં માથેરાનની ગલીઓમાં ટ્રેકિંગ કરવાનું અને અહીંના બ્યુટિફુલ અને પ્રખ્યાત ગાર્બેટ પ્લૅટો પરથી સૂરજનાં પહેલાં કિરણો નીકળતાં હોય એ માણવાની મજા જ કંઈ ઑર છે. માથેરાનનો આ સ્પૉટ ૧૮૫૦ની સાલમાં એ વખતના થાણે જિલ્લાના કલેક્ટર હ્યુજ મેલટે ડિસ્કવર કર્યો હતો. માથેરાનની સાઉથ-વેસ્ટ સાઇડ પર ૨૬૨૫ ફુટ ઊંચે આવેલા આ પૉઇન્ટ પરથી માથેરાનનો મજાનો વ્યુ જોવા મળે છે. વૅન્ડરિંગ સોલ્સ દ્વારા યોજાયેલા આ નાઇટ ટ્રૅકમાં શનિવારે રાતે નીકળીને રવિવારે સવારે પાછા આવવાનું છે.
ક્યારે?ઃ ૪-૫ ડિસેમ્બર
મળવાનું ક્યાં?ઃ ભીવપુરી સ્ટેશન રોડ
કિંમતઃ ૭૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ stayhappening.com
ગ્લાસ બૉટલ પેઇન્ટિંગ
જૂસી કાચની બૉટલને અપસાઇકલ કરીને આર્ટ પીસ બનાવતાં શીખવું હોય તો ફન અને ઇન્ટરૅક્ટિવ વર્કશૉપનું આયોજન થયું છે. ગ્લાસ બૉટલ પર પેઇન્ટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે અને કેવી ડિફરન્ટ સ્ટાઇલ અને ટેક્નિક્સથી એ થઈ શકે એની બેઝિક તેમ જ ઍડ્વાન્સ્ડ ટેક્નિક્સ શીખવા મળશે. કલર્સ માટેનો પ્રેમ અને ક્યુરોસિટી હોય તો તમે આ ક્ષેત્રમાં નવા હો તો પણ ચાલશે.
ક્યારે?ઃ ૪ ડિસેમ્બર, શનિવાર
સમય ઃ સવારે ૧૧ વાગ્યે
ક્યાં?ઃ પેપરફ્રાય સ્ટુડિયો, કલ્પતરુ સ્પાર્કલ, કલાનગર, બાંદરા-ઈસ્ટ
ફી ઃ ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in
તારા, ગ્રહોને જોવાનો લહાવો
આપણી આકાશગંગામાંના ગ્રહોને આકાશમાં ટમટમતા જોવાનો આ બેસ્ટ સમય છે. અને એ માટેનું લોકેશન છે સફાળે પાસેનું તાંદુલવાડી ગામ. ઍડ્વેન્ચર ગિક દ્વારા નાઇટ સ્કાય ગેઝિંગ ઇવેન્ટ યોજાઈ છે. આ ઇવેન્ટમાં ઍસ્ટ્રોનૉમીમાં રસ ધરાવતા લોકો માટે માહિતી અને અદ્ભુત અનુભવોનો ખજાનો છે.
ક્યારે?ઃ ૪ ડિસેમ્બરથી ૫ ડિસેમ્બર
સમય ઃ બપોરે ૩.૨૦ વાગ્યાથી બીજા દિવસે સવારે ૧૧ સુધી
ક્યાં ઃ ચર્ચગેટથી ટ્રેન લઈને સફાળે
ફીઃ ૧૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન ઃ insider.in
ક્રિસમસ શૉપિંગ નાઇટ ફેસ્ટિવલ
નાતાલની તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે. ક્રિસમસ માટેનું શૉપિંગ અને ફૂડની ખરીદી કરી શકાય એ માટે લગભગ પાંચ વર્ષથી યોજાતો સ્ટેપઆઉટ નાઇટ ફેસ્ટિવલ આ વીક-એન્ડમાં યોજાશે.
ક્યારે?ઃ ૪ અને પ ડિસેમ્બર
સમયઃ બપોરે ૧થી રાતે ૧૦ સુધી
ક્યાં?ઃ જે. ડબ્લ્યુ મૅરિયટ મુંબઈ સહાર, નવાપાડા, વિલે પાર્લે-ઇસ્ટ
કિંમતઃ ૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in
ઍક્રિલિક કૅન્વસ પર ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ
મહેશ કરંબેલેનાં પેઇન્ટિંગ્સની ખાસિયત એ છે કે તેઓ ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ ઍક્રિલિક કૅન્વસ પર પેઇન્ટ કરે છે. તેમનાં પેઇન્ટિંગમાં ટ્રાન્સપરન્સી હોય છે.
તેમનું સોલો એક્ઝિબિશન ભારતના વિવિધ શહેરો ઉપરાંત ફ્રાન્સ, પોર્ટુગલ, લંડન, સિંગાપોર, જર્મની, ઍમ્સ્ટરડૅમ અને દુબઈમાં પણ એમનાં એક્ઝિબિશન્સ થઈ ચૂક્યાં છે.
ક્યારે?ઃ આજથી ૬ ડિસેમ્બર સુધી
સમયઃ સવારે ૧૧થી સાંજે ૭
ક્યાં?ઃ નેહરુ સેન્ટર આર્ટ ગૅલરી, ડૉ. એ. બી. રોડ, વરલી, મુંબઈ
-------------------------------------------------------------------------