‘મેડ ઇન હેવન 2’નું શૂ​ટિંગ પૂરું કર્યું સોભિતા ધુલિપલાએ

06 April, 2022 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોભિતા ધુલિપલાએ તેના આગામી શો ‘મેડ ઇન હેવન 2’નું શૂ​ટિંગ પૂરું કર્યું છે.

સોભિતા ધુલિપલાએ તેના આગામી શો ‘મેડ ઇન હેવન 2’નું શૂ​ટિંગ પૂરું કર્યું

સોભિતા ધુલિપલાએ તેના આગામી શો ‘મેડ ઇન હેવન 2’નું શૂ​ટિંગ પૂરું કર્યું છે. આ એક રોમૅન્ટિક ડ્રામા સિરીઝ છે જેને દિલ્હીના ધામધૂમથી થતાં વેડિંગ્સ પર આધારિત બનાવવામાં આવી હતી. આ સિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવતાં એની બીજી સીઝન આવી રહી છે. સોભિતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યાં હતાં. આ પોસ્ટમાં તેણે એક ઍનિમેટેડ પોસ્ટર શૅર કર્યું છે જેમાં તે તેના સિગ્નેચર પોઝમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને સોભિતાએ કૅપ્શન આપી હતી કે ‘અમારી ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝનની બૉસ તારા ખન્નાનું શૂટિંગ પૂરું થયું છે. આ આગને દેખાડવા માટે હું ખૂબ જ આતુર છું.’

Web Series entertainment news