‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું સાકિબે

30 March, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાકિબ સલીમે તેના વેબ-શો ‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અપૂર્વ લાખિયાની ‘ક્રૅકડાઉન’નું છેલ્લું શેડ્યુલ જમ્મુ અને કશ્મીરમાં પૂરું થયું છે.

સાકિબ સલીમ

સાકિબ સલીમે તેના વેબ-શો ‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અપૂર્વ લાખિયાની ‘ક્રૅકડાઉન’નું છેલ્લું શેડ્યુલ જમ્મુ અને કશ્મીરમાં પૂરું થયું છે. આ વિશે વાત કરતાં સાકિબે કહ્યું હતું કે ‘મને ઘણી ખુશી છે કે હું રિયાઝ પઠાણને ડિજિટલ સ્ક્રીન્સ પર ફરી લઈને આવી રહ્યો છું. આ સિરીઝની ટીમે ખૂબ જ સારું કામ કર્યું છે અને અમે સમયસર એનું શૂટિંગ પૂરું 
કર્યું છે. ટ્રેઇનિંગ અને તૈયારીથી લઈને કૅમેરા સામે રિયાઝની જર્નીને રજૂ કરવાની મુસાફરી ખૂબ જ સારી રહી છે. હું એની રિલીઝની આતુરતાથી 
રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે દર્શકોને ફરી આ સીઝન જોઈને એન્ટરટેઇનમેન્ટ મળશે.’

Web Series entertainment news