midday

શાહરુખને કામ પ્રત્યે પારાવાર દીવાનગી છે : બૉબી દેઓલ

03 April, 2022 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનેલી ‘ક્લાસ ઑફ 83’ દ્વારા બૉબીએ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી
શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાનની પ્રશંસા કરતાં બૉબી દેઓલે જણાવ્યું કે શાહરુખને કામ પ્રત્યે ખૂબ લગાવ છે. શાહરુખના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનેલી ‘ક્લાસ ઑફ 83’ દ્વારા બૉબીએ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. આ વર્ષે ઝીફાઇવ પર તેની ‘લવ હૉસ્ટેલ’ પણ રિલીઝ થઈ હતી. એમાં બૉબીના પર્ફોર્મન્સની સૌએ પ્રશંસા કરી હતી. એક પ્રોડ્યુસર તરીકે શાહરુખ કેવો છે એ વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘મને લાગે છે કે એક પ્રોડ્યુસર ક્રીએટિવ, જોશથી ભરપૂર અને સારું સિનેમા બનાવવા માગતો હોય, પરંતુ જો એમાં સફળ ન થાય તો કંઈ ન થઈ શકે. બસ આવો જ છે તે. મેં મોટા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, પરંતુ એ ફિલ્મો સફળ નહોતી થઈ. મને લાગે છે કે તે જોશીલો અને અતુલનીય ઍક્ટર છે. તે પોતાના કામને લઈને અતિશય આવેગમાં આવી જાય છે. આ જ કારણ છે કે તેણે પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું છે. હું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટનો આભારી છું કે એણે ‘ક્લાસ ઑફ 83’માં મને તક આપી અને આવી રીતે મારી ડિજિટલ પ્લૅટફૉર્મની જર્ની શરૂ થઈ હતી.’

Whatsapp-channel
entertainment news Web Series web series Shah Rukh Khan bobby deol