03 May, 2022 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર કુમાર
જિતેન્દ્ર કુમારની ‘પંચાયત’ની બીજી સીઝન ૨૦ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ કૉમેડી ડ્રામાને દીપકકુમાર મિશ્રાએ ડિરેક્ટ કરી છે. એમાં રઘુબીર યાદવ અને નીના ગુપ્તા લીડ રોલમાં દેખાશે. આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે અભિષેકનું પાત્ર ભજવનાર જિતેન્દ્ર કુમાર જે એન્જિનિયર છે તે ફુલેરા ગામની પંચાયતમાં સેક્રેટરી તરીકે જોડાઈ જાય છે. અભિષેકની આ જર્ની લોકોને ખૂબ હસાવશે. એની પહેલી સીઝનમાં પણ ગામની પંચાયતની આસપાસ જ સ્ટોરી ફરી હતી. હવે એની બીજી સીઝન પણ લોકોને એટલું જ મનોરંજન પૂરું પાડશે એવો મેકર્સનો દાવો છે.