31 May, 2022 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેબત્તમા સાહા
દેબત્તમા સાહાએ તેના મેકઅપ રૂમને તેનું બીજું ઘર બનાવી દીધું છે. તે ‘મિઠાઈ’માં ટાઇટલ રોલ કરી રહી છે જેમાં આશિષ ભારદ્વાજ પણ કામ કરી રહ્યો છે. સેટ પર તેને તેના ઘરની યાદ ન આવે એટલે કે ઘર જેવું ફીલ કરે એ માટે તેણે પોતાના મેકઅપ રૂમને રીડિઝાઇન કર્યો છે. આ વિશે વાત કરતાં દેબત્તમાએ કહ્યું હતું કે ‘મેં મારા મેકઅપ રૂમને ટ્રાન્સફૉર્મ કર્યો છે ત્યારથી એ મને ખૂબ જ ગમે છે. ‘મિઠાઈ’નો સેટ હવે મને મારા બીજા ઘર જેવો લાગી રહ્યો છે. હું મારા ઘરથી દૂર હવે મારા બીજા ઘરે જઈ શકું છું જ્યાં હું એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરું છું. મેં મારા રૂમમાં સૉફ્ટ ટૉય અને મોટિવેશનલ ફ્રેમનો પણ સમાવેશ કર્યો છે જેથી હું મારા દિવસની શરૂઆત પૉઝિટિવિટીથી કરી શકું. હું મારા આ રૂમમાં ઘણો સમય પસાર કરું છું, કારણ કે અહીં જ હું રિહર્સલ પણ કરું છું. આથી હું કમ્ફર્ટેબલ હોઉં એવી જગ્યામાં મારે એનું રૂપાંતર કરવું હતું જેથી મને સારી વાઇબ્સ મળે.’