25 May, 2022 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારે હાલમાં જ ‘ડીઆઇડી લિટલ માસ્ટર્સ સીઝન 5’માં હાજરી આપી હતી
અક્ષયકુમારનું કહેવું છે કે તેણે તેની કરીઅરમાં અસંખ્ય ગીતો કર્યાં છે અને તેની રિટાયર થવાની કોઈ ઇચ્છા નથી. તેણે હાલમાં જ ‘ડીઆઇડી લિટલ માસ્ટર્સ સીઝન 5’માં હાજરી આપી હતી. તે તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે માનુષી છિલ્લર સાથે ત્યાં ગયો હતો. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મેં મારી કરીઅરની શરૂઆત કરી ત્યારથી ૩૦ વર્ષ થઈ ગયાં છે અને મને એની પણ જાણ નથી થઈ કે આટલાં વર્ષો કેવી રીતે
પસાર થઈ ગયાં. મારી કરીઅરમાં મેં ૬૫૦થી વધુ ગીતો કર્યાં છે અને એમ છતાં મારે કદી રિટાયર નથી થવું. આ બાળકોએ ઘણાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો છે અને હું હાલમાં દરેક ઇમોશનને ફીલ કરી રહ્યો છું. આ ઍક્ટ જોયા બાદ મને લાગે છે કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું અને મારે રિટાયર થઈ જવું જોઈએ. જોકે હું નહીં થાઉં. મને જ્યાં સુધી શૂટ ન કરી દેવામાં આવે ત્યાં સુધી હું રિટાયર નહીં થાઉં. હું દરેકને કહેવા માગું છું કે કામ કરવાથી સારું કંઈ નથી અને દરેકે કામ કરતાં રહેવું જોઈએ. મારું માનવું છે કે જે લોકોને કામ કરવાની તક મળે છે એ લોકો ખૂબ જ નસીબદાર હોય છે. હું જ્યારે પચાસ વર્ષ પૂરાં કરું ત્યારે પણ મારે ‘ડીઆઇડી’માં આવવું છે અને ત્યારે પણ હું એ જ કહીશ કે મારે રિટાયર નથી થવું.’