06 June, 2022 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત સાધ
અમિત સાધે તેની લાઇફમાંથી ‘બિગ બૉસ’ને હંમેશ માટે ડિલીટ કર્યો હોવાનું જણાવ્યું છે. અમિત સાધે ૨૦૦૨માં આવેલી સિરિયલ ‘ક્યું હોતા હૈ પ્યાર’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ‘નચ બલિયે’, ‘બિગ બૉસ’ અને ‘ફિયર ફૅક્ટર ઇન્ડિયા’ જેવા રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. બાદમાં તેણે ‘ફૂંક’, ‘કાઇપો છે’ અને ‘સુલતાન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આવી રીતે ઍક્ટિંગ કરતાં-કરતાં તેને બે દાયકા પસાર થઈ ગયા છે. ‘બિગ બૉસ’ શો સાથે થયેલા કડવા અનુભવ વિશે અમિત સાધે કહ્યું કે ‘શરૂઆતમાં મને એમ લાગ્યું કે આ શો ફિઝિકલ સ્ટ્રેંગ્થ વિશે હશે જેમાં મારે વસ્તુઓ તોડવાની રહેશે અથવા તો પુશ-અપ્સ કરવાનાં હશે. જોકે એકાદ-બે અઠવાડિયાં બાદ મને કંટાળો આવવા લાગ્યો. લોકો માત્ર ગૉસિપિંગ કરી રહ્યા હતા. મને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો હું કોઈને મારીશ તો મારે બે કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. મને એ વખતે વિચાર આવ્યો કે જો શો મને પૈસા ન આપી શકતો હોય તો આવા શોમાં રહેવાનો કોઈ અર્થ નથી. ૩૧ ડિસેમ્બરે હું કર્જતના એ આઇલૅન્ડ પર ઊભો હતો. ત્યાંથી કૂદકો મારીને શોમાંથી દોડવાની તૈયારીમાં જ હતો. હું ચાહતો હતો કે મેકર્સ મને એલિમિનેટ કરે. એ વખતે મેં મારી જાતને કહ્યું કે એક દિવસ એવો આવશે જ્યારે હું આ શોને મારી લાઇફમાંથી ડિલીટ કરીશ અને મેં એવું કર્યું પણ છે.’