23 April, 2022 08:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર
વાડિલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની 3જી આવૃત્તિ 20 મેથી 22 મે 2022 દરમિયાન એટલાન્ટા, જૉર્જિયા, યુએસએ ખાતે યોજાશે, આ મેગા સાંસ્કૃતિક ફિલ્મ ફેસ્ટિવલને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે બે વર્ષના બાદ IGFF ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી સિનેમાને ઊંચા સ્કેલ પર પ્રોત્સાહિત કરવાના એક માત્ર ધ્યેય સાથે સજ્જ છે.
ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય નાયક તરીકે ઉજાગર કરવા સાથે, IGFF એ ભારતનો પ્રથમ પ્રાદેશિક ફિલ્મ ફેસ્ટિવલ છે જે ભારતની બહાર યોજાય છે. IGFF અગાઉ વર્ષ 2018માં ન્યુ જર્સી ખાતે અને વર્ષ 2019માં લોસ એન્જેલસ અને ન્યુ જર્સીમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં બંને વર્ષમાં 5000થી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી અને અદભૂત પ્રતિસાદ આપ્યો હતો. ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ફેસ્ટિવલની સફળતાને જોઈને કોમ્યુનિટીની પ્રવૃત્તિઓ સાથે તેમની સત્તાવાર સાઇટ પર પણ IGFFનો ઉલ્લેખ કર્યો છે.
આ વર્ષે ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, વેબ સિરીઝ અને સ્પેશિયલ કેટેગરી - "આપણું હેરિટેજ" પરની શોર્ટ ફિલ્મ બતાવામાં આવશે. વિશેષ કેટેગરી "આપણું હેરિટેજ" પર શોર્ટ ફિલ્મ જે ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સાથેના પ્રતિષ્ઠિત હેરિટેજ સ્થળો પર 5-મિનિટની શોર્ટ ડોક્યુમેન્ટરી હશે.
એવોર્ડ્સ
IGFF દરેક ઓફિશિયલ કોમ્પિટિશન કેટેગરી માટે એક વિશિષ્ટ ગ્રાન્ડ પ્રાઈઝ વિનર પસંદ કરશે, જે કોમ્પિટિશનનું સર્વોચ્ચ અને સૌથી પ્રખ્યાત સન્માન છે, જેમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, વિશેષ જ્યુરી મેન્શન, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી, શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ, શ્રેષ્ઠ વેબ સિરીઝ, વિશેષ કેટેગરી - શ્રેષ્ઠ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ - "આપણું હેરિટેજ" જેવી કેટેગરી બનાવવામાં આવી છે.
આ ફિલ્મ ફેસ્ટિવલ એટલાન્ટાના જાણીતા અને નામી મહાનુભાવો, ગુજરાતી સમુદાયના સભ્યો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફેસ્ટિવલ ડાયરેક્ટર ઉમેશ શુક્લા, જ્યુરી મેમ્બર ફારુખ મિસ્ત્રી, ગોપી દેસાઈ, જય વસાવડા અને સૌમ્યા જોષી સાથે અન્ય લોકો પણ જોડાશે.
21 અને 22 મે દરમિયાન ફેસ્ટિવલમાં ફાઇનલ સિલેક્ટ થયેલી ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રેક્ષકો માટે જેઓ બેસ્ટ અને પોતાની મનપસંદ ફિલ્મો જોવા માગે છે તેની પસંદગી માટે ફિલ્મોનું શેડ્યૂલ અને લિસ્ટ એપ્રિલના અંતમાં જાહેર કરવામાં આવશે. ફેસ્ટિવલ ડિરેક્ટર અને ભારતીય ફિલ્મ ડિરેક્ટર ઉમેશ શુક્લા સાથે ફેસ્ટિવલ જ્યુરી ગોપી દેસાઈ, સૌમ્ય જોશી અને જય વસાવડા પણ ફેસ્ટિવલમાં હાજર રહેશે.
વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ઓફિશ્યિલ સિલેક્ટ કરાયેલ ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડૉક્યુમેન્ટરી ફિલ્મો, ગુજરાતી ભાષાની વેબ સિરીઝ અને "આપણું હેરિટેજ" પરની શોર્ટ ફિલ્મની યાદી નીચે મુજબ છે.
ફીચર ફિલ્મો
શોર્ટ ફિલ્મો
ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મો
ડોક્યુમેન્ટરી ફિલ્મ
વેબ સિરીઝ: