પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સની ફાઇનલમાં : ડબલ્સના પણ નિર્ણાયક મુકાબલામાં : ઇગાને બીજા ફ્રેન્ચ ટાઇટલની તક
અમેરિકાની ૧૮ વર્ષની કોકો ગાઉફ સિંગલ્સની અને ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે.
અમેરિકાની ટીનેજર કોકો ગાઉફ પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ફાઇનલમાં રમશે. આજે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં તેનો મુકાબલો વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક સાથે છે.
૧૮ વર્ષની ગાઉફ ગુરુવારે સેમી ફાઇનલમાં ઇટલીની માર્ટિના ટ્રેવિસેનને ૬-૩, ૬-૧થી ફાઇનલમાં હરાવી હતી. તે પૅરિસના રોલાં ગૅરોમાં સિંગલ્સની ફાઇનલમાં પહોંચનાર કિમ ક્લાઇસ્ટર્સના ૨૦૦૧ના વિક્રમ પછીની સૌથી યુવાન ખેલાડી બની છે.
૨૧ વર્ષની સ્વૉનટેક ૨૦૨૦માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી હતી અને હવે આજે તેને ક્લે કોર્ટ પર બીજું ટાઇટલ જીતવાની તક છે, કારણ કે તેણે ગુરુવારે સેમી ફાઇનલમાં દારિયા કાસ્તકિનાને ૬-૨, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કોકો ગાઉફે મહિલા ડબલ્સમાં ગઈ કાલે જેસિકા પેગુલા સાથેની જોડીમાં અમેરિકાની મેડિસન કીઝ અને ટેલર ટાઉનસેન્ડને ૬-૪, ૭-૪થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક આજે બીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે. ઃ એ.એફ.પી.