05 June, 2022 12:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભારત અને પાકિસ્તાનની પુરુષોની ટીમ વચ્ચે સ્વિટ્ઝરલૅન્ડના લોહઝાનમાં રમાયેલી એફઆઇએચ હૉકી ફાઇવની મૅચ ૨-૨થી ડ્રો થઈ હતી. ૨૦ મિનિટની આ મૅચની માત્ર ૩૦ સેકન્ડ બાકી હતી ત્યારે પાકિસ્તાને ગોલ ફટકારીને સ્કોરને લેવલમાં કર્યો હતો. આ એક નવા પ્રકારનું ફૉર્મેટ છે, જેમાં ૧૧ને બદલે પાંચ ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા હતા તેમ જ દરેક મૅચ ૨૦ મિનિટની હતી. ભારતે યજમાન સ્વિટ્ઝરલૅન્ડ સામેની મૅચ ૪-૩થી જીતી લીધી હતી. બીજી તરફ મહિલાઓની ટીમ પોતાની બન્ને મૅચ હારી ગઈ હતી. ભારત ઉરૂગ્વે સામે ૩-૪થી તો પોલૅન્ડ સામે ૧-૩થી હારી ગઈ હતી.