વેનિસની પ્રી-સ્કૂલના પાર્કિંગનો ફોટોગ્રાફ વાઇરલ

05 June, 2022 09:49 AM IST  |  Venice | Gujarati Mid-day Correspondent

આ ફોટોગ્રાફમાં વેનિસની એક પ્રી-સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલાં અનેક કિડ્ઝ સ્કૂટર્સ જોવા મળે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર એક ફોટોગ્રાફ બધાનાં દિલ જીતી રહ્યો છે. એને જોઈને ઇન્સ્ટન્ટલી બધાના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. આ ફોટોગ્રાફ વેનિસની એક પ્રી-સ્કૂલના પાર્કિંગનો છે, જેને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ પૉલ ગ્રેહામ દ્વારા શૅર કરવામાં આવ્યો છે અને એ ઑનલાઇન વાઇરલ થયો છે.

આ ફોટોગ્રાફમાં વેનિસની એક પ્રી-સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલાં અનેક કિડ્ઝ સ્કૂટર્સ જોવા મળે છે. કલરફુલ કિડ્ઝ સ્કૂટર્સને એક લાઇનમાં ખૂબ વ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં આવ્યાં છે. સોશ્યલ મીડિયા પર કેટલાકને આ ફોટોગ્રાફ ક્યુટ લાગ્યો તો કેટલાકે લખ્યું, ‘ઍડલ્ટ્સે આ બાળકો પાસેથી શીખવું જોઈએ.’

offbeat news international news venice