07 June, 2022 10:23 AM IST | Tumbarumba | Gujarati Mid-day Correspondent
હેમલેટ માલકિન સાથે
ઑસ્ટ્રેલિયામાં અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડરથી પીડાતી ક્વીન્સલૅન્ડના ટુવુમ્બામાં રહેતી ૧૦ વર્ષની બ્રિજેટ ચાંટ દિવસભર એકલતાનો ભોગ બની કોઈકનો સાથ ઝંખતી હતી. ઘરમાં તો જોકે તેને સાથ મળી રહેતો હતો, પરંતુ ૧૮ વર્ષની વયે યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યા બાદ તે વધુ એકલી પડવા માંડી હતી. એ વખતે તેણે ભારતમાં મળતા રિંગનેક પેરટને પાળવાનો નિર્ણય લીધો હતો જેને હેમલેટ નામ આપ્યું હતું. માનવીની જેમ જ વાતો કરતા અને નકલ ઉતારતા હેમલેટે બ્રિજેટને કંપની આપીને તેની એકલતા દૂર કરી હતી. ૨૦૧૮માં બન્ને વચ્ચેનું બૉન્ડિંગ મજબૂત બન્યું અને મહામારીને પગલે લૉકડાઉનમાં બ્રિજેટે એકલતા દૂર કરવા ટિકટૉક પર વિડિયો અપલોડ કરવાની શરૂઆત કરી હતી, જેમાં હેમલેટ પણ જોડાયો અને બન્ને વચ્ચેના ટ્યુનિંગને કારણે બ્રિજેટના ૪૨ લાખથી વધુ ફૉલોઅર્સ થયા.
તે કહે છે કે તે ખૂબ બુદ્ધિશાળી છે અને રૂમમાં રહેલા ટેન્શનને તરત જ ઓળખી જઈને મારી સાથે મસ્તી કરવા માંડે છે.
હેમલેટની સુરક્ષા માટે બ્રિજેટ તેની રૂમનાં બારી-બારણાં સતત બંધ રાખે છે તથા તેના પાળેલા બે ડૉગીને રૂમમાં ફરકવા પણ દેતી નથી. બ્રિજેટ ઘરે હોય ત્યારે હેમલેટ આખા ઘરમાં ઊડાઊડ કરતો રહે છે.