બૉર્ડર પોલીસ ટીમે ૨૨,૮૫૦ ફુટની ઊંચાઈએ યોગ કરી રેકૉર્ડ રચ્યો

07 June, 2022 10:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્ષોથી આઇટીબીપીએ હિમાલયની ટોચ પર પર્વતોની ઊંચાઈએ યોગાસન કરી યોગને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે

હિમાલયમાં બરફ વચ્ચે યોગ કરતી બૉર્ડર પોલીસ ટીમ

ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (આઇટીબીપી)એ ઉત્તરાખંડમાં હિમાલયમાં બરફ વચ્ચે ૨૨,૮૫૦ ફુટની ઊંચાઈએ યોગાસન કર્યાં હતાં. ગયા અઠવાડિયે આઇટીબીપી પર્વતારોહકો માઉન્ટ અબી ગામિન શિખર પર ગયા હતા, જ્યાં માર્ગમાં તેમણે બરફાચ્છાદિત જમીન વિસ્તારમાં ૨૨,૮૫૦ ફુટની ઊંચાઈએ યોગસત્ર યોજ્યું હતું.

પર્વતની ટોચે પહોંચ્યા બાદ આઇટીબીપી પર્વતારોહકોની ૧૪ સભ્યોની ટીમે પહેલી જૂને બરફમાં ૨૦ મિનિટ સુધી યોગાસન કરીને રેકૉર્ડ સ્થાપિત કર્યો હોવાનું આઇટીબીપીની અખબારી યાદીમાં જણાવાયું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત આઇટીબીપી પર્વતારોહકોએ આટલી ઊંચાઈએ યોગાસન કરીને જનતાને વિવિધ યોગાસન કરી ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.

વર્ષોથી આઇટીબીપીએ હિમાલયની ટોચ પર પર્વતોની ઊંચાઈએ યોગાસન કરી યોગને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે.

offbeat news national news