28 March, 2023 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાલ ભારદ્વાજ
વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે તેનો નાનો ભાઈ હવે નથી રહ્યો. ગુલઝાર સા’બની ‘માચીસ’ દ્વારા વિશાલ ભારદ્વાજ અને કેકેએ સાથે કરીઅરની શરૂઆત કરી હતી. ૧૯૯૬માં આવેલી ‘માચીસ’ના ગીત ‘છોડ આએ હમ વો ગલિયાં’ને તેણે હરિહરન, સુરેશ વાડકર અને વિનોદ સહગલની સાથે મળીને ગાયું હતું. આ ગીતનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યું હતું. આ ગીત દ્વારા કેકેને પહેલી વાર બ્રેક મળ્યો હતો અને ત્યાર બાદ તેણે સંજય લીલા ભણસાલી માટે પહેલી વાર સોલો સિંગર તરીકે ‘તડપ તડપ કે’ ગીત ગાયું હતું. કેકેના મૃત્યુ વિશે વિશાલ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે ‘મેરા છોટા ભાઈ. અમે દિલ્હીથી સાથે આવ્યા હતા. અમારો પહેલો બ્રેક, પહેલી ફિલ્મ, પહેલી કામિયાબી એકસાથે હતી જે ‘માચીસ’ હતી. (છોડ આએ હમ વો ગલિયાં. કોઈને એ વાતની જાણ નથી, પરંતુ લતાજીના ‘પાની પાની રે’માં તેણે સેકન્ડ મ્યુઝિક માટે અવાજ આપ્યો હતો.) અગણિત પળ. અગણિત યાદો. બેપનાહ દર્દ. બિછડે સભી બારી બારી.’