સ્પૉટલાઇટ બંધ કરવા માટે સતત કહી રહ્યો હતો કેકે

28 March, 2023 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથ પર અને માથા પર વાગેલાનાં નિશાન હોવાથી પોલીસ દ્વારા કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો : ટોળું બૅરિકૅડ્સ પર ચડી રહ્યું હોવાથી તેમને કાબૂમાં લાવવા માટે ફાયર એક્સ્ટિંગ્વિશરના ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

કેકે

કેકેની તબિયત ખરાબ હોવા છતાં તેણે કૉન્સર્ટ પૂરી કરી હતી. મંગળવારે રાતે કલકત્તાની ગુરુદાસ કૉલેજમાં પર્ફોર્મન્સ બાદ તેનું મૃત્યુ થયું હતું. ૫૩ વર્ષનો સિંગર સાઉથ કલકત્તાના નઝરુલ મંચ પર પર્ફોર્મ કરી રહ્યો હતો. પર્ફોર્મન્સ બાદ તે ફરી સેન્ટ્રલ કલકત્તામાં આવેલી તેની હોટેલમાં ગયો હતો.

સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમ્યાન તેની તબિયત ખરાબ હોય એવું તેને ફીલ થઈ રહ્યું હતું. તે સતત ફરિયાદ કરી રહ્યો હતો, પરંતુ તે કૉન્સર્ટ છોડવા પણ નહોતો માગતો. આ કૉન્સર્ટના એક ઑર્ગેનાઇઝરે કહ્યું હતું કે ‘તે સતત સ્પૉટલાઇટને બંધ કરવા માટે વિનંતી કરી રહ્યો હતો. ઇન્ટરવલમાં પણ તે બૅક સ્ટેજ જઈને રેસ્ટ કરતો જોવા મળ્યો હતો. તેણે આ દરમ્યાન એક પણ વાર શો કૅન્સલ કરવાની ઇચ્છા વ્યક્ત નહોતી કરી.’

"અહીં ટોળું ખૂબ જ મોટું હતું. લોકો બૅરિકૅડ‍્સ અને ગેટ પરથી કૂદકા મારી રહ્યા હતા. જોકે ઑડિટોરિયમની અંદર કંઈ નહોતું થયું. તેની તબિયત સારી નહોતી લાગી રહી. તેણે બ્રેક લીધો અને ફરી પર્ફોર્મ કર્યું હતું." : કૉન્સર્ટનો સ્ટાફ 

શો પૂરો થયા બાદ તે સારું નહોતો ફીલ કરી રહ્યો અને હોટેલ જવા માટે કારમાં તેના મૅનેજર રિતેશ ભટ સાથે ગયો હતો. આ વિશે વાત કરતાં રિતેશે કહ્યુ કે ‘કેકેએ કહ્યું હતું કે તેને ઠંડી લાગી રહી છે અને તેણે મારી પાસે કારનું એસી પણ બંધ કરાવી દીધું હતું.’

દોષનો ટોપલો ઑર્ગેનાઇઝર પર?

કેકેના મૃત્યુને લઈને દોષનો ટોપલો હવે ઑર્ગેનાઇઝર પર નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેણે સાઉથ કલકત્તાના નઝરુલ મંચ પર પર્ફોર્મ કર્યું હતું. આ ઇવેન્ટમાં જરૂરિયાત કરતાં વધુ લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. તેમ જ ઑડિટોરિયમનું એસી પણ બંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેકેની તબિયત ખરાબ થઈ જતાં તેને સ્ટેજ પરથી તેની ટીમ દ્વારા પકડીને લઈને જવામાં આવ્યો હતો. તે પડી પણ ગયો હોવાની વાતો બહાર આવી રહી છે. તેને કૉન્સર્ટમાં ગભરાટ થઈ રહ્યો હતો અને કારમાં બેસતાની સાથે જ તેને ઠંડી લાગી રહી હતી. આ વિશે ભારતીય જનતા પાર્ટીના સ્પોક્સપર્સન સમીક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ‘આ પ્રોગ્રામનું વેન્યુ જ્યાં છે ત્યાં ૩૦૦૦ લોકોની સીટિંગ કૅપેસિટી છે અને ત્યાં અંદાજે સાત હજાર લોકોએ હાજરી આપી હતી. ત્યાં 
ટોળાએ તેને ઘેરી પણ લીધો હતો. વીઆઇપી માટેની ત્યાં યોગ્ય અરેન્જમેન્ટ્સ નહોતી.’

છેલ્લી કૉન્સર્ટમાં કેકેએ ગાયેલાં ગીતો :

તૂ આશિકી હૈ (ઝંકાર બીટ્સ)
ક્યા મુઝે પ્યાર હૈ (વો લમ્હેં)
દિલ ઇબાદત (તુમ મિલે)
મેરે બિના (ક્રૂક)
લબોં કો (ભૂલભુલૈયા)
તૂ હી મેરી શબ હૈ (ગૅન્ગસ્ટર)
આંખોં મેં તેરી (ઓમ શાંતિ ઓમ)
અભી અભી (જિસ્મ 2)
મેરા પેહલા પેહલા પ્યાર (Mp3)
તૂ જો મિલા (બજરંગી ભાઈજાન)
યારોં (પલ)
ખુદા જાને (બચના એ હસીનોં)
ઝરા સી દિલ મેં (જન્નત)
આશાયેં (ઇકબાલ)
મુઝકો પહચાનલો (ડૉન 2)
તુને મારી એન્ટ્રીયાં (ગુન્ડે)
મેક સમ નૉ​ઇસ ફૉર ધ દેસી બૉય્ઝ (દેસી બૉય્ઝ)
ઇટ્સ ટાઇમ ટુ ડિસ્કો (કલ હો ના હો)
કોઈ કહે કહેતા રહે (દિલ ચાહતા હૈ)
પ્યાર કે પલ (પલ)

entertainment news bollywood bollywood news krishnakumar kunnath