06 June, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
હાલમાં મોટાભાગના લોકો નાના શહેરો અને ગામડાઓમાંથી મોટા શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. મોટા શહેરોમાં વસ્તી વધારાને કારણે લોકોને રહેવા માટે જગ્યા ઓછી મળવા લાગી છે. વધુને વધુ લોકોને ઓછી જગ્યામાં મકાનો આપવા માટે હવે ફ્લેટ કલ્ચર ખૂબ જ ઝડપથી વધ્યું છે. જેના કારણે લોકો ઓછી જગ્યામાં ઘરની અંદર તમામ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય તે માટે ઈન્ટીરીયર ડીઝાઈનરો (Interior Designer)ને હાયર કરે છે.
આ દિવસોમાં માર્કેટમાં ઈન્ટિરિયર ડિઝાઈનર્સની ડિમાન્ડ ઘણી વધારે છે. ઈન્ટિરિયર ડિઝાઈનર્સે કોઈપણ ઘર, ઓફિસ, સંસ્થા, શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરેમાં વ્યવસ્થિત રીતે રંગો અને ફર્નિચર વગેરેનો ઉપયોગ કરીને તેને સુંદર દેખાવ આપવાનું કામ કરવાનું હોય છે.
આજે ઈન્ટિરિયર ડિઝાઈનર માત્ર ઘરને સજાવવા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં ડેકોરેશનનું કામ હોય છે. જો તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારામાં સર્જનાત્મકતા હોવી ખૂબ જ જરૂરી છે. આ સાથે તમને ટેક્નોલોજીની સારી સમજ પણ હોવી જોઈએ.
લાયકાત શું હોવી જોઈએ તે જાણો
ઈન્ટિરિયર ડિઝાઈનર કોર્સ કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમમાંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ. 12માં ઓછામાં ઓછા 40 થી 50 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. આ કોર્સ ગ્રેજ્યુએશન પછી પણ કરી શકાય છે. આ કોર્સમાં ડિગ્રી અને ડિપ્લોમા બંને કરી શકાય છે. ડિપ્લોમા કોર્સનો સમયગાળો એક વર્ષનો છે અને ડિગ્રી કોર્સનો સમયગાળો 4 વર્ષનો છે.
કોર્સ ફી જાણો
ઈન્ટિરિયર ડેકોરેશન કોર્સ ડિગ્રી અને ડિપ્લોમા બંને રીતે થાય છે, બંનેની કોર્સ ફી અલગ-અલગ છે. ઈન્ટિરિયર ડેકોરેશન કોર્સ કરવા માટે 30,000 થી 2 લાખ રૂપિયાની ફી વસૂલવામાં આવી શકે છે.
જાણો પગાર ધોરણ
ઈન્ટિરિયર ડિઝાઈનર કર્યા પછી, તમે લાખોમાં પગાર મેળવી શકો છો, જ્યારે તમે કોઈ મોટી કંપનીમાં ઈન્ટર્નશિપ કરી રહ્યાં છો, તો દર મહિને 20,000 રૂપિયા સુધીનો પગાર સરળતાથી મળી રહે છે, જેમ જેમ અનુભવ વધતો જાય તેમ તેમ પગાર પણ વધે છે.
તમે આ કોર્સ ક્યાંથી કરી શકો છો..?
મીરા બાઈ પોલિટેકનિક, દિલ્હી
સ્કૂલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈન, CEPT યુનિવર્સિટી, ગુજરાત
પર્લ એકેડમી, દિલ્હી
ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન, દિલ્હી
અપીજય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, દિલ્હી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ
MVP સમાજ કોલેજ ઓફ આર્કિટેક્ચર એન્ડ સેન્ટર ફોર ડિઝાઇન, નાસિક
જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ, મુંબઈ