Holi : હોળી રમતા સ્માર્ટ ફોન ભીનો થાય તો તરત જ કરજો આ કામ

18 March, 2022 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રંગોના તહેવારની ઉજવણી કરતી વખતે તમારે તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખવું ખુબ જ જરુરી છે

પ્રતીકાત્મક તસવીર

રંગોનો તહેવાર હોળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ, હોળી રમતી વખતે તમારો સ્માર્ટફોન પાણીમાં પલળી જાય ત્યારે રંગમાં ભંગ પડી જાય છે. કોઈપણ કંપની વોરંટી હેઠળ પાણીમાં પલળેલા ફોનને કવર કરતી નથી. આ કારણે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેથી કરીને ફોન ભીનો થઈ જાય તો પણ સુરક્ષિત રહે.

જ્યારે ફોન પાણીમાં પલળી જાય તો સૌથી પહેલા સ્માર્ટફોનને બંધ કરી દો. આ પછી ફોનનું બેક કવર અને સ્ક્રીન પ્રોટેક્ટર પણ હટાવી દો જેથી વધારાનું પાણી નીકળી જાય. આ પછી, ફોનને સ્વચ્છ અને સૂકા કપડાથી સાફ કરીને સૂકવવાનો પ્રયાસ કરો.

ફોનને બહાર સૂકવ્યા પછી સિમ કાર્ડનો સ્લોટ કાઢી નાખો. આમ કરવાથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડને નુકસાન નહીં થાય. આ પછી ફોનને વેક્યુમ બેગમાં મૂકો. આ માટે તમે પ્લાસ્ટિકની ઝિપલોક બેગ લો. તેમાં સ્ટ્રો અને ફોન મૂકો. તે પછી તેને સીલ કરી દો.

આ પછી, સ્ટ્રોની મદદથી થેલીમાંથી બધી હવા બહાર કાઢો અને બેગને સીલ કરો. આ સિવાય તમે ફોનને થોડા કલાકો સુધી ચોખાના ડબ્બામાં પણ રાખિ શકો છો. આ માટે તમારે તમારા ફોનને ૪૮ કલાકથી વધુ સમય સુધી ચોખાના ડબ્બામાં રાખવા પડશે.

જ્યારે ફોન ભીનો હોય ત્યારે તેને ક્યારેય ચાર્જ પર ન લગાવો. તેના ચાર્જિંગને ચકાસવા માટે પણ આમ કરવું નગીં. ઇલેક્ટ્રિક શોક સિવાય શોર્ટ સર્કિટનું પણ જોખમ હોય છે. ઘણા લોકો ફોનને હેર ડ્રાયરથી સૂકવવાનો પણ પ્રયાસ કરે છે. ખૂબ ગરમ હવા ફોન માટે સારી નથી, તે આંતરિક વાયરિંગને નુકસાન પહોંચાડી શકે છે અને ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો ફોન પાણીમાં ભીના થઈ જાય પછી આમ ડ્રાય કરે છે. પણ, આ ખોટી રીત છે. જેના કારણે પાણી અન્ય ભાગોમાં પણ જઈ શકે છે. તેનાથી ફોનને વધુ નુકસાન થઈ શકે છે.

સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરો અને સુરક્ષિત હોળી રમો

holi technology news