ધ પાર્ટી હેટ એક્સપ્રેસ ના સ્થાપક અને સ્ટાઇલ દિવા , બ્રિંદા સંપટ જોડે બે ઘડી વાતો

31 March, 2022 06:04 PM IST  |  Mumbai | Partnered Content

બ્રિંદા સંપટની પ્રેરણાત્મક જર્ની જાણીને તમને પણ મળશે અનેરી આશા

બ્રિન્દા સંપટ

બ્રિંદા સંપટ કહે છે, "સોળ વર્ષ ની ઉમર મા મારો લોક નૃત્ય કલાકાર તરીકે નો પ્રવાસ ઘણી સામાજિક અવજ્ઞા છતાં શરૂ કર્યો , સૌ પ્રથમ કૉલેજ મા જ મારે નિર્ણય લેવો પડ્યો ત્યારે નૃત્ય નિર્દેશન ને પેહલી પસંદગી આપી . તે પણ ઘણા દેશો માં ગ્રૂપ લઈ ને ફરવાનો તથા ઘણી બધી નાની છોકરીઓ ને લોકનૃત્ય ની દુનિયાનો પરિચય કરાવ્યો .

મારી આ " દુનિયા ભ્રમણ" ની યાત્રાઓ પછી મેં એક કંપની સ્થાપી ,ધ પાર્ટી હેટ એક્સપ્રેસ જે ભેટ- સૌગાદ અને પ્રસંગો સુંદર રીતે પાર પાડવામાં મદદ કરે છે . સમાજ ને કંઇક પાછું આપવાની  ભાવના હમેશા મારા માં રહી છે તેથી એક ફેશન સલાહકાર તરીકે સામાજીક રીતે મહિલાઓને તેમની ચિંતા અને સીમાઓના બંધન તોડી એક સ્ત્રી શું નથી કરી શકતી તે બતાવવું છે. હાલ મા જ એક ઉમેદવાર તરીકે ઇન્ડિયા બ્રેઈન એન્ડ બ્યુટી ફેશન શો મા મહિલા સશક્તિકરણ માટે ભાગ લીધો હતો."

 

fashion life and style