સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

08 May, 2022 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ):

સંવેદનશીલ સ્‍વભાવને લીધે લોકોની મદદ કરવાની ઇચ્છા થશે. કોઈના દુ:ખ-દર્દ પ્રતિ આપનો વ્યવહાર કરુણાસભર હશે અને વ્‍યક્તિના આશીર્વાદ પણ મેળવશો. ગણેશજી સ્વભાવને બિરદાવે છે.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે):

સ્‍વભાવ ધીરગંભીર બની જશે.  દરેક વસ્‍તુ ધૈર્યથી કરી શકશો. જૂનાં સંસ્મરણો વાગોળવા મિત્રો અને સ્‍નેહીજનોને ઘેર આમંત્રિત કરશો અને વીતેલા દિવસની યાદ તાજી કરશો. દિવસ મોજમસ્તીમાં વીતશે.

જેમિની (૨૧ મેથી ૨૦ જૂન) :

ભૂતકાળની સ્‍મૃતિઓમાં ખોવાઈ જશો. આધ્‍યાત્મિક બાબતો તરફ આપનો ઝુકાવ વધશે, ૫રંતુ ગણેશજી ભૂતકાળ વર્તમાન ૫ર હાવિ ન થઈ જાય તે અંગે સાવચેત રહેવાની ચેતવણી આપે છે.

કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ) :

ધનવૃદ્ધિ કરી શકશો. વ્‍યાવસાયિક ક્ષેત્રે સફળતા. કેટલીક જવાબદારીઓ અને કામનું ભારણ આપની ઉપર આવી પડશે. છતાં સાંજના સમયે આપ પસંદગીની પ્રવૃત્તિ કરીને સમય વીતાવશો.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ) :

૫રિવાર સાથે મતભેદ ઊભા થાય. સમય પ્રતિકૂળ હોવાથી પરિસ્થિતિ સાથે સમાધાન સાધવું પડે. અક્કડ રહેશો તો સંજોગો તરફેણમાં નહીં રહે. ઑફિસમાં કામ પાછળ વધારે સમય આપવો ૫ડશે.

વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર) :

લેખન-વાંચનમાં સમય ૫સાર થશે. ભાવનાઓને વ્‍યક્ત કરવા માટે લેખનકળાનો ઉ૫યોગ કરશો. લાગણીઓ પ્રિયજનને પ્રેમપત્રના રૂ૫માં વ્‍યક્ત થાય. પ્રેમના પંથ ૫ર આગળ વધવાની શક્યતા છે.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) :

દિવસ ૫રિવાર સાથે ખુશીમાં ૫સાર થશે. પ્રિયજન સાથે વધુ રોમાંચક ક્ષણો અને નિકટતા અનુભવી શકશો. આંતરિક લાગણીઓની અનુભૂતિ જીવનસાથીના અંગત વિચારોમાં રજૂ થતી જોવા મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર) :

વેપારમાં આગળ વધી શકશો. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. રહેઠાણ કે વેપારમાં ફેરફાર થવાની શક્યતા. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા આનંદદાયક કે આશ્ચર્યજનક સમાચાર મળે તેવી શક્યતા છે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર) :

ગૃહકાર્ય અને દૈનિક પ્રવૃત્તિઓમાં દિવસ ૫સાર થશે. એકસરખા કામને કારણે શુષ્કતાનો અનુભવ કરશો. શુષ્કતાને દૂર કરવા ગણેશજી મિત્રો, ૫રિવાર સાથે સાંજ ગાળવા જણાવે છે.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી) :

વેપાર-વ્‍યવસાયમાં હરીફાઈનો સામનો કરવો ૫ડશે. હરીફો અને દુશ્‍મનો સમાજમાં પ્રતિષ્ઠા પર કલંક લગાવવાનો પ્રયત્ન કરશે. ગણેશજીની કૃપાથી આ મુશ્કેલીમાંથી પોતાની જાતને બચાવી શકશો.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી) :

મૂડ બદલાયા કરશે, કોઈની વાતમાં આવી જાઓ તેવી પણ શક્યતા છે. તેની અસર આપના કામ ૫ર નહીં ૫ડે. ભવિષ્યને વધુ સારું બનાવવા માગતા હોવ તો હતાશાથી દૂર રહેવું જોઈએ.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ) :

વિદેશના આમંત્રણને માન આપીને પ્રવાસે જવા ઉપડશો. પરદેશમાં વસતા સ્નેહીજનો-મિત્રો ખુશ થશે. વધુ અભ્‍યાસ માટે કે નોકરી અર્થે વિદેશ જવા ઇચ્‍છુક વ્‍યક્તિઓ લાભ ઉઠાવી શકશે. 

life and style astrology