05 June, 2022 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): આજે આપ મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણવા બહાર જાઓ એવી શક્યતા છે. આ માટે આપ તૈયારી કરશો, ૫ણ બપોર થતાં બધી યોજના ૫ડતી મૂકી ઘરે ભોજનનો આનંદ માણવાનું ૫સંદ કરશો.
ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): આપનો સ્વભાવ અધીરો છે એમ છતાં, આજે આપ દરેક વસ્તુ ખૂબ ધીરજથી કરી શકશો એમ ગણેશજી કહે છે. આપ જૂના દોસ્તો અને સ્નેહીજનોને ઘરે આમંત્રિત કરી વિતેલા દિવસોની યાદો વાગોળશો.
જેમિની (૨૧ મેથી ૨૦ જૂન): ૫રિવારના સભ્યો કે મિત્રો આપની પાસેથી વધારે અપેક્ષા રાખશે, ૫રંતુ ગણેશજીની કૃપાથી આપ આપની બુદ્ધિપ્રતિભા દ્વારા આ ગૂંચવણભરી ૫રિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશો.
કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ): આપ આજે જે કામ હાથમાં લેશો એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સફળતા મેળવી શકશો. દરેક સાહસમાં આપ કામિયાબ થશો. લોકો આપના વ્યક્તિત્વ તેમ જ શ્રેષ્ઠ ગુણોની કદર કરીને એનો બદલો આપશે.
લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): આજનો દિવસ આર્થિક લાભનો છે. શૅર-સટ્ટાના બિઝનેસમાં તેમ જ શૅરબજારમાં કરેલા મૂડીરોકાણમાંથી આપને નફો મળે. ગણેશજીની કૃપાથી કોઈ પાસેની લેણી રકમ આજે મળી જવાનો સંભવ છે.
વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): આજે આપ ખુશાલીના મૂડમાં હશો. આપની સંવેદનશીલતા ૫ર કાબૂ રાખી શકશો. લાગણી અને અન્ય બાબતોમાં સમતુલા જાળવવાનું કામ પ્રાથમિકતા ધરાવશે. દિવસ રચનાત્મક કાર્યો કરવાનો છે.
લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર): ઘરને નવા રૂપરંગ આપવા આજનો દિવસ સારો છે. એમાં આપ કલાસૂઝનો ઉપયોગ કરશો અને ઘરમાં કલાત્મક કૃતિઓની ગોઠવણ કરશો. આપના ઘરમાં મહેમાનોના આગમનથી વાતાવરણ આનંદભર્યું રહેશે.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર): આજે આપની ગ્રહણશક્તિ અને શીખવાની શક્તિમાં વધારો થશે. આપ જે કામ શીખશો એ ખૂબ જ ઝડપથી ગ્રહણ કરી શકશો. એથી આપ સમાજમાં નામના તેમ જ યશ-પ્રતિષ્ઠા પણ મેળવી શકશો.
સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર): ગૃહકામમાં પરોવાયેલા રહેશો. રોજિંદા એકસરખા કંટાળાજનક કામને કારણે આપ જીવનમાં શુષ્કતાનો અનુભવ કરશો. એને દૂર કરવા ગણેશજી આપને મિત્રો, ૫રિવાર સાથે સાંજ ગાળવા જણાવે છે.
કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી): આજે આપ બિઝનેસમાં વ્યસ્ત રહેશો. નોકરી કે વ્યવસાય પાછળ પોતાની સમગ્ર ઊર્જા અને ધ્યાન લગાવી શકશો. ઉપરી અધિકારીઓ તથા સહકાર્યકરો આપની કામ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરશે.
એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી): આપનો આજનો દિવસ સામાન્ય રહેશે. સહકર્મચારીઓ પાસેથી ઘણી મોટી આશાઓ નહીં રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વાત નહીં માનો તો આપ નિરાશ થાઓ એવી પણ શક્યતા છે.
પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): આજે આપનું આધ્યાત્મિક વલણ કુદરતની કરામતને ઝીણવટથી સમજવાની કોશિશ કરશે. ઈશ્વરમાં શ્રદ્ધા દરેક કામ આસાન બનાવવામાં મદદ કરશે. આપ દરેક બાબત ભાગ્ય ૫ર છોડી દેશો.