નિયમો જીવનને સુરક્ષા આપે છે અને એ સુરક્ષાનું કવચ પ્રભુ તરફ લઈ જાય છે

31 May, 2022 11:07 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

જીવનમાં કેવા-કેવા નિયમો લેવા જોઈએ એની હવે વાત કરીએ.

મિડ-ડે લોગો

ખુલ્લું ઘર, દૂધ, શરીર, આવાસ જોખમી છે તો પછી ખુલ્લું જીવન, નીતિનિયમ વિનાનો માણસ? નિયમો જીવનને સુરક્ષા આપે છે અને એ સુરક્ષાનું કવચ પ્રભુ તરફ લઈ જવાનું કામ કરે છે. જીવનમાં કેવા-કેવા નિયમો લેવા જોઈએ એની હવે વાત કરીએ.
૧. જમતી વખતે કોઈનો ફોન આવે અને જો વાત કરો તો એ પછી થાળીમાં નવું જમવાનું લેવું નહીં.
૨. સ્નાન કરતી વખતે શરીર પર સાબુ લગાડતા હો અને સાબુ જો હાથમાંથી છટકી જાય તો ફરી વાર સાબુ હાથમાં લેવો નહીં અને સાબુ વિના જ સ્નાન પૂરું કરવું.
૩. ટીવી ચાલુ કરવું નહીં અને ટીવી પર આવતો પ્રોગ્રામ તમારે બદલવો નહીં.
૪. અઠવાડિયામાં એક દિવસ દર્પણમાં મોઢું જોવું નહીં.
૫. જમતી વખતે કોઈ પણ દ્રવ્ય સામેથી માગવું નહીં.
૬. પંખો કે એસી તમારે જાતે ચાલુ કરવાં નહીં કે કોઈને કરવાનું કહેવું નહીં.
૭. કોઈના પણ પ્રત્યે મનમાં દુર્ભાવ જાગે તો સાત વાર મિચ્છા મિ દુક્કડમ્ માગી લેવું. 
૮. રાતે સૂતી વખતે પ્રિય ભગવાનના નામ સાથે સૂવું.
૯. જમવા બેસો ત્યારે નવમું દ્રવ્ય છોડી દેવું.
૧૦. ગાડીમાં બેસતા પહેલાં ગાડીની નીચે કૂતરું, બિલાડી કે પક્ષી આશ્રય લઈને બેઠું ન હોય એ ચકાસવું.
૧૧. દિવસમાં એક વાર દેવસ્થાન દર્શનાર્થે અચૂક જવું.
૧૨. દરરોજ એક ઇલેક્ટ્રિક આઇટમનો વપરાશ ટાળવો. આઇટમ બદલતા રહેવું.
૧૩. રાતના ૧૦ સુધીમાં મોડામાં મોડું ઘરમાં આવી જવું. 
૧૪. જન્મદિન જીવદયાથી ઊજવવો.
૧પ. જ્ઞાન સાથે રાખી જમવું નહીં કે ટૉઇલેટમાં લઈ જવું નહીં.
૧૬. પરિવાર સાથે બેસીને ધર્મની ચર્ચા કરવી.
૧૭. ખરાબ સમાચાર સાંભળવા મળ્યા હોય તોય એનો પ્રચાર કરવો નહીં. 
૧૮. માગે ત્યારે નહીં, ભિખારી દેખાય ત્યારે તેને ભિક્ષા આપવી.
૧૯. સૂર્યાસ્ત પહેલાં ભોજન લેવાની લાઇફસ્ટાઇલ બનાવવી.
૨૦. સવારે જાગીને જે સૌથી પહેલાં દેખાય તેની સામે સ્મિત કરવું.
આ નિયમોમાંથી જે અનુકૂળ આવે એ નિયમો જીવનમાં સામેલ કરો અને ખુલ્લા થઈ ગયેલા જીવનને સુરક્ષિત કરો.

astrology columnists